News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે કાર અકસ્માત ( horrific crash ) બાદથી ચર્ચામાં છે. ચાહકો અને દિગ્ગજ ખેલાડીઓ પંત ( Rishabh Pant ) માટે પ્રાર્થના કરી રહ્યા છે. પંતના જીવને કોઈ ખતરો નથી પરંતુ તેને ઘણી ઈજાઓ પહોંચી છે. પંત છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. પંતના અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
હૉસ્પિટલના રિપોર્ટ્સ અનુસાર, રિષભની હાલત અત્યારે સારી છે અને તે બધા સાથે વાત પણ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ( Shyam Sharma ) ( DDCA ) ને કહ્યું કે રસ્તામાં ખાડો ( pothole ) આવી ગયો હતો અને તેનાથી બચાવવા જતાં આ અકસ્માત થયો હતો.
આ સમાચાર પણ વાંચો: દુઃખદ.. 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપનું 95 વર્ષની વયે થયું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
શ્યામ શર્માએ કહ્યું છે કે રિષભ પંતને અત્યારે એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેમને દિલ્હી શિફ્ટ કરવામાં આવશે નહીં અને રિષભ પંતની સારવાર માટે લંડન લઈ જવો પડે એવી સ્થિતિ થશે તો તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. હાલ રિષભ પંતને થોડો દુખાવો છે પણ તે હજુ હસતો ચહેરો રાખીને રહે છે આ સાથે જ બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત શુક્રવારે તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.