ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને થોડા દિવસ અગાઉ કોરોના થયો હતો. હવે તેની તબિયત લથડી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકરે પોતે આ માહિતી ટ્વિટરના માધ્યમથી પોતાના ચાહકોને આપી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે સચિન તેંડુલકરને કોરોના થયા બાદ હવે ઇન્જેક્શન અને સલાઈન ચઢાવી પડે તેમ છે.
આ પરિસ્થિતિમાં તેમનો ઇલાજ ઘર કરતા હોસ્પિટલમાં વધુ સારી રીતે થઇ શકે તેમ છે. આથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સાથે જ એક વાત નક્કી છે કે કોરોના કે મજાક વાત નથી અને જે વ્યક્તિ માસ્ક નથી પહેરી રહી તે લોકો ને ખતરામાં મુકી રહી છે જેને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
