ટેનિસ સ્ટાર સાનિયાએ પુત્ર સાથે કરી ફાઇનલની ઉજવણી, દીકરાને મેદાન પર જોઈ ઝૂમી ઉઠી ખેલાડી.. જુઓ વિડીયો..

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સાનિયા અને રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ્યા સાનિયા-રોહનની જોડીએ નીલ સ્કુપસ્કી અને ડેસિરા ક્રાવ્ઝિકને હરાવ્યું

by Dr. Mayur Parikh
. Sania Mirza Hugs And Kisses Son, Izhaan As She Enters Australian Open 2023 Final, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ( Sania Mirza ) પોતાના કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સાનિયા અને રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ( Australian Open 2023 Final ) મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ્યા.

સાનિયા-રોહનની જોડીએ નીલ સ્કુપસ્કી અને ડેસિરા ક્રાવ્ઝિકને હરાવ્યું

સાનિયા-રોહનની જોડીએ મિક્સ ડબલ્સની સેમિફાઇનલ મેચ 7-6 (7-5), 6-7 (5-7), 10-6થી જીતી. આ મેચ જીત્યા બાદ સાનિયા અને રોહને પોતાના બાળકો સાથે મેદાન પર જ જોરદાર ઉજવણી કરી હતી. સાનિયાએ મેચ જીત્યા બાદ તેનો ચાર વર્ષનો પુત્ર ઇઝાન મિર્ઝા મલિક દોડતો મેદાન પર આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  HOCKEY: જર્મની હોકી વર્લ્ડકપની ફાઇનલમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે ટકરાશે

સાનિયાએ દીકરા ઈઝાનને કિસ કરીને સેલિબ્રેશન કર્યું. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાનિયા પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. આ ઓસ્ટ્રેલિયન ઓપન તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More