ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
ભારતની સુપરસ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે.
એટલે કે આ વર્ષમાં તે છેલ્લી વખત કોર્ટમાં રમતી જોવા મળશે.
સાનિયાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું.
ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું.
રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે.