ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
૩૦ વર્ષીય શાર્દુલ ઠાકુર હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને બ્રેક પર છે. તેણે અત્યાર સુધી ચાર ટેસ્ટ, ૧૫ વનડે અને ૨૪ ટી૨૦ મેચ રમી છે. તે હાલમાં જ ્૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. અગાઉ ૈંઁન્ ૨૦૨૧માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. હાલના સમયમાં શાર્દુલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે. ટેસ્ટમાં તેણે બેટથી પણ કમાલ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેણે અડધી સદી ફટકારી હતી. આ કારણે તેના ખૂબ વખાણ થયા હતા.ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સગાઈ કરી લીધી છે. મુંબઈથી આવીને આ ખેલાડીએ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે ૨૯ નવેમ્બરે સગાઈ કરી હતી. આ કાર્યક્રમ મુંબઈમાં પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ કાર્યક્રમ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ દરમિયાન નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તે સ્પષ્ટ નથી કે ભારતીય ક્રિકેટરોમાંથી કોઈ જાેડાયો છે કે નહીં. એવા સમાચાર છે કે શાર્દુલ ઠાકુર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ્૨૦ વર્લ્ડ કપ બાદ લગ્ન કરી શકે છે.