News Continuous Bureau|Mumbai.
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ચીફ સૌરવ ગાંગુલી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. બેટ્સમેન દાદા લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એક ખાસ ક્રિકેટ મેચ રમતા જોવા મળશે. જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે.
સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે, તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની સીઝન 2માં એક ખાસ મેચ રમશે. એટલે કે ભારતીય ચાહકો ફરી એકવાર તેમને ક્રિકેટના મેદાન ચોકા છક્કા લગાવતા જોઈ શકશે.
હાલમાં LLC એ જાહેરાત કરી હતી કે આગામી સિઝન ભારતમાં હોસ્ટ કરવામાં આવશે. દરમિયાન ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદાના નામથી પ્રખ્યાત ગાંગુલીએ પણ આ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેઓ હવે જીમમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. ગાંગુલીએ જિમની પોતાની તસવીરો પણ પોસ્ટ કરી છે અને તેમણે આ પોસ્ટના કેપ્શનમાં પોતાની લિજેન્ડ્સ લીગ ક્રિકેટ રમવાની પુષ્ટિ કરી છે.