Site icon

કયાં બાત હેં- ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટ ખેલાડીની વિસ્ફોટક બેટિંગ-ન્યૂઝીલેન્ડ સામેની વન ડેમાં કર્યો અણનમ ત્રેવડી સદીનો રેકોર્ડ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ક્રિકેટની(cricket) રમત એવી છે જેમાં રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. ઓસ્ટ્રેલિયાના(Australia) સ્ટીફન નીરોએ(Stephen Nero) વન ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં ત્રેવડી સદી(Triple century) ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. 24 વર્ષના સ્ટીફન નીરોએ ન્યૂઝીલેન્ડ(New Zealand) સામે શાનદાર ત્રેવડી સદી ફટકારી હતી અને તે અંત સુધી અણનમ રહ્યો હતો.

Join Our WhatsApp Community

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન(Australian batsmen) સ્ટીફન નીરોએ બ્લાઈન્ડ ક્રિકેટમાં(blind cricket) ન્યુઝીલેન્ડ સામે 140 બોલમાં 309 રન બનાવ્યા, જેમાં 49 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થાય છે. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક બનાવ્યા. સ્ટીફન નીરોએ પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. 

સ્ટીફન ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. તેણે પાકિસ્તાનના(Pakistan) મસૂદ જાનનો(Masood Jaan) 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો. મસૂદે 1998માં પ્રથમ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા(South Africa) સામે 262 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન

આ શ્રેણીમાં સ્ટીફન નીરોની આ સતત ત્રીજી સદી છે. તેણે પ્રથમ મેચમાં 113 અને બીજી મેચમાં 101 રન બનાવ્યા હતા. તેની એવરેજ 500થી ઉપર છે. સ્ટીફન નીરોની વિસ્ફોટક બેટિંગ પર તેના ચાહકો ફીદા થઈ ગયા  છે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે.

સ્ટીફન નીરોની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરની મેચમાં 542 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ મેચમાં ક્યાંય જોવા મળી ન હતી.ન્યુઝીલેન્ડની ટીમ 272 રન જ બનાવી શકી હતી. નીરો સિવાય માઈકલ જેનિસે પણ 58 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 266 રનની ભાગીદારી કરી હતી. 
 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version