ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
સુમિત નાગલ યુ.એસ. ઓપનમાં મેન્સ સિંગલ્સની પહેલી મેચ જીતી હતી, જે છેલ્લા 7 વર્ષમાં આવું કરનાર પ્રથમ ભારતીય ખિલાડી છે. આ સાથે જ સુમિત નાગલ યુએસ ઓપનમાં છેલ્લા 7 વર્ષમાં મેન્સ સિંગલ્સની પહેલી મેચ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને અમેરિકી ઓપનના પ્રથમ રાઉન્ડમાં 6-1, 6-3, 3-6, 6-1થી પરાજય આપ્યો છે. 124મી રેન્કિંગના સુમિત નાગલનો હવે બીજા રાઉન્ડમાં સામનો વર્લ્ડ નંબર-3 ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે ગુરૂવારે થશે. ભારતના યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલે અમેરિકી ઓપન સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સીધો પ્રવેશ મળ્યો હતો.
સુમિત નાગલે 1 કલાક 27 મિનિટ સુધી ચાલેલી હરીફાઈમાં બ્રૈડલેને પરાજીત કરી જીત હાંસલ કરી હતી. નાગલ યૂએસ ઓપન સિવાય અત્યાર સુધી કોઈ ગ્રાન્ડસ્લેમમાં રમ્યો નથી, જ્યારે વર્લ્ડ નંબર-129 બ્રૈડલે ચારેય ગ્રાન્ડસ્લેમ રમી ચુક્યો છે. પરંતુ તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે સાત વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય સિંગલ પુરૂષ ખેલાડીએ યૂએસ ઓપનની કોઈ મેચ જીતી હોય. તેની પહેલા 2013મા સોમદેવ દેવવર્મને આ સિદ્ધિ હાસિલ કરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com