ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
અબુધાબીમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની પાકિસ્તાન નામિબિયાની મેચમાં પાકિસ્તાનનો ઐતિહાસિક 56 રને વિજય થયો છે.
પાકિસ્તાને સુપર-12માં સતત ચોથીવાર જીત મેળવી અને ઈતિહાસ રચી દીધો છે.
આ જીત સાથે પાકિસ્તાન વર્લ્ડ ટી-20ની સેમિફાઇનલમાં પાંચમી વાર પહોંચ્યું છે.
અત્યાર સુધીમાં શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ 4-4 વાર સેમિફાઇનલમાં પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પાકિસ્તાને ચાર મેચ રમી છે અને ચારેયમાં તેણે વિજય નોંધાવ્યો છે.
