ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
બાંગ્લાદેશની ટીમ અત્યારે ઝિમ્બાબ્વે ટૂર પર છે. બંને ટીમ વચ્ચે હરારેમાં એકમાત્ર ટેસ્ટ મૅચ રમાઈ રહી છે, પરંતુ આ મૅચના બીજા જ દિવસે વિવાદ શરૂ થઈ ગયો હતો. બૅટિંગ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડી તાસ્કિન અહેમદ અને ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુઝરાબાની બાખડી પડ્યા હતા. બંને ખેલાડી વચ્ચે હાથાપાઈ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમય દરમિયાન એ બંને વચ્ચે અપશબ્દોની પણ આપ-લે થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની એકમાત્ર ટેસ્ટ મૅચના બીજા દિવસે બંને ખેલાડી વચ્ચે ઝઘડો થયો હતો.
ભારતે ગોલ્ડન એરાના એક વધુ દિગ્ગજ ખેલાડીને ગુમાવ્યો, ડબલ ગોલ્ડ મેડલ જીતનાર હોકીના આ દિગ્ગજ ખેલાડીનું થયું નિધન
બાંગ્લાદેશની ઈનિંગ્સની 85મી ઓવરમાં બ્લેસિંગ મુઝરાબાનીના બીજા બોલ પર તાસ્કિન અહેમદે બૅકફુટ પર જઈને ડિફેન્સ કર્યું હતું. તાસ્કિને બોલ ડિફેન્સ કર્યા પછી ડાન્સ મૂવ્સ કર્યા હતા, જે બોલરને નહોતા ગમ્યા અને તે તાસ્કિન તરફ ધસી આવ્યો. તાસ્કિન પણ બોલરની આંખમાં આંખ નાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. બોલર મુઝરાબાની પોતાનું માથું તાસ્કિનની હેલ્મેટ ગ્રિલને ટચ કરીને અપશબ્દો બોલ્યો હતો.
Join Our WhatsApp Community