Site icon

100મી ટેસ્ટ રમતા વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાએ આપ્યુ ગાર્ડ ઓફ ઓનર, કેપ્ટન રોહિત ભેટી પડ્યો; જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

Join Our WhatsApp Community

શનિવાર

ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ ખૂબ જ ખાસ છે. આ વિરાટનાં કરિયરની 100મી ટેસ્ટ મેચ છે. આ મેચને વધુ સ્પેશિયલ બનાવવા માટે ટીમ ઇન્ડિયાએ ખાસ અંદાજ અપનાવ્યો છે. ભારતીય ટીમ જ્યારે પોતાની પારી પૂરી થયા બાદ ફિલ્ડીંગ કરવા માટે ઉતરી, ત્યારે કિંગ કોહલીને ટીમના ખેલાડીઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દરમિયાન વિરાટ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યો. 

ટીમ ઇન્ડિયા મેદાન માં એંટ્રી લઇ રહી હતી, ત્યારે ખેલાડીઓએ એક કોરિડોર બનાવ્યો હતો અને કોહલી તેમાંથી પસાર થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલીએ કપ્તાન રોહિત શર્માને ભેટ્યા તથા થેંક્યું કહ્યું. વિરાટ કોહલીને જયારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, ત્યારે મેદાનનો માહોલ જોશમાં આવી ગયો હતો. 

ગુગલીનો બાદશાહ શેન વોર્ન અંગત જીવનમાં વિવાદમાં રહ્યોં. જુઓ તેની ટોપ-ટેન બ્યુટીફુલ ગર્લફ્રેન્ડ. 1000થી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ હતા..

આ ઉપરાંત 100મી ટેસ્ટ રમવા બદલ કોહલીને મેચ શરૂ થઈ તે પહેલા ક્રિકેટ બોર્ડે સન્માનિત કર્યો હતો અને કોચ રાહુલ દ્રવિડે કોહલીને 100મી ટેસ્ટ રમવા બદલ કેપ આપી હતી. દ્રવિડે કહ્યુ હતુ કે, આ સન્માન માટે તુ હકદાર છે.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમવાવાળા 12માં ભારતીય ક્રિકેટર બન્યા, જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં તેઓ 71માં ક્રિકેટર બન્યા છે. વિરાટનું કહેવું છે કે તેમના માટે આ સમ્માન સપનું પૂરું થવા જેવી વાત છે.  વિરાટ કોહલીએ મોહાલી ટેસ્ટની પહેલી પારીમાં 45 રન બનાવ્યા હતા, સાથે જ પોતાની ટેસ્ટ કરિયરનાં 8000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટનાં બેટથી લગભગ ગયા અઢી વર્ષથી સદી નથી ફટકારાઈ. તેઓ 45નાં સ્કોર પર જ આઉટ થઇ ગયા.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version