વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સતત 29 વર્ષ સુધી જીતનારી ટીમ ઈંડિયા ક્યાં ચૂકી ગઇ? જાણો કારણો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021

સોમવાર

વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ-યુદ્ધમાં વિજય હંમેશાં ભારતના નામે જ લખાયો છે. રવિવારે દુબઈમાં ટીમ ઈંડિયા હારી ગઇ. 29 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું. વર્ષ 1992 પછી પ્રથમવાર કેપ્ટન વિરાટ કોહલીના નામે આ અનિચ્છનીય રેકોર્ડ ઉમેરવામાં આવ્યો છે. મોહમ્મદ અઝહરુદ્દીનથી લઈને મહેન્દ્રસિંહ ધોની સુધી કોઇપણ કેપ્ટને આ દિવસ જોવો પડ્યો નથી. જોકે ક્રિકેટ એ તો માત્ર ખેલ છે. દરેક કેપ્ટનની કારકિર્દી અને ટીમમાં ઉતાર-ચઢાવ આવે છે.

ક્યાં ચૂકી ગઇ ટીમ ઈંડિયા?

– પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલી ટોસ હારી ગયો અને આ સાથે ભારતની હાર પણ નક્કી થઈ ગઈ.

– ભારતીય ટીમને સૌથી વધુ અપેક્ષા તેના ઓપનરો પાસેથી હતી, પરંતુ રોહિત શર્મા અને કે.એલ રાહુલ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.

– ભારતીય ટીમે કુલ 46 ડોટ બોલ રમ્યા, જેના કારણે દબાણ વધ્યું. 

– પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ મેચની શરૂઆતમાં જ જોરદાર બોલિંગ કરી હતી. ભારતની ટીમ ત્યાં જ ફેલ થઈ.

– આઈપીએલમાં જેના વખાણ થયેલા એ વરુણ ચક્રવર્તીની બોલિંગ અહીં સંપૂર્ણ નિષ્ફળ રહી હતી.

થાણેના હાઈ ક્લાસ વિસ્તારોમાં ઉગાડ્યા ગાંજાના છોડ; યુવા વર્ગને લાગી કેવી લત? જાણો વિગત

આ વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી T-20ની કેપ્ટનશિપ છોડી દેશે, પરંતુ જતા જતા વિરાટે પાકિસ્તાન સામે હારવાની પીડા લઈને જવું પડશે. ખબર નહિ હવે આ વર્લ્ડકપમાં કે આગળ પાકિસ્તાન વિરુદ્ધ તેમને પોતાની હારનો બદલો લેવાનો મોકો મળશે કે નહીં. 

– આ છે ટીમ ઇન્ડિયાના પહેલાંના રેકોર્ડ 

ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 12-0 હતો. વન-ડે વર્લ્ડકપમાં 7 વાર પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. જ્યારે T20 વર્લ્ડ કપમાં 5 વખત ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી હતી. આજ સુધી વન-ડેમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી ક્યારેય હારી નથી. વર્ષ 1997માં લાહોરમાં ભારતે 9 વિકેટની હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીના નેતૃત્વમાં આ બીજી હાર હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ લિમિટેડ ઓવર ક્રિકેટમાં 10 વિકેટથી હારવું પડ્યું છે. આ પહેલાં જાન્યુઆરી 2020માં વિરાટ કોહલીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને મુંબઈમાં 10 વિકેટથી હરાવી હતી.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *