Site icon

31 વર્ષીય આ ફાસ્ટ બોલરે, ટીમ ઇન્ડિયામાંથી આપ્યું રાજીનામું; જાણો તેના વિશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

31 વર્ષીય ઝડપી બોલર અભિમન્યુ મિથુન, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિમન્યુએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે. મિથુને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ચાર ટેસ્ટ અને પાંચ વનડે રમી છે. તેણે અનુક્રમે 9 અને 3 વિકેટ લીધી.

જોકે અભિમન્યુ મિથુનની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી આંતરરાષ્ટ્રીય સ્તરે સારી રહી નહોતી. એમાં તેણે પ્રથમ વિભાગમાં 103 મૅચો રમી હતી. તેણે 26.63ની સરેરાશથી 338 વિકેટ લીધી. તેણે 96 લિસ્ટ અને 74 ટીT20 મૅચ પણ રમી હતી. તેણે એમાં 205 વિકેટ લીધી.

સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતાં મિથુને કહ્યું, “આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવાથી મારી જાતને હું ભાગ્યશાળી માનુ છું. એ ગૌરવની વાત છે અને હું આખી જિંદગી એની કદર કરીશ. ક્રિકેટ એક વિશ્વ રમત છે અને હું એને ઉચ્ચતમ સ્તર પર છોડવા માગું છું. મેં આ નિર્ણય આગામી તક અને પરિવાર માટે લીધો છે. કર્ણાટકમાં ઘણા પ્રતિભાશાળી બોલરો છે અને જો હું મારી કારકિર્દી લંબાવું તો તેમને યોગ્ય સમયે તક નહીં મળે.”

વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું રાજીનામું, જાણો કારણ

કર્ણાટકનો આ ઝડપી બોલર ક્રિકેટ પહેલાં પ્લેટ ફેંકનાર હતો. પણ પછી તે ક્રિકેટ તરફ વળ્યો. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ શ્રીલંકા સામે ગાલેમાં રમી હતી. તેણે અગાઉ દક્ષિણ આફ્રિકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું.

અભિમન્યુ મિથુન IPLમાં પણ રમી ચૂક્યો છે. IPLમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ, રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર હૈદરાબાદ માટે કુલ 16 મૅચ રમી હતી. તેણે 7 વિકેટ લીધી હતી.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version