News Continuous Bureau | Mumbai
Suryakumar Yadav એશિયા કપ વિજેતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાછે. તેમણે કહ્યું છે કે સારું લાગે છે જ્યારે દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે. પાકિસ્તાન વિરુદ્ધ જીત બાદ PM મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેદાન કોઈ પણ હોય, જીત ભારતની જ હોય છે.યાદવે કહ્યું, “સારું લાગે છે જ્યારે દેશના લીડર પોતે જ ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરે છે. એવું લાગી રહ્યું હતું કે તેમણે સ્ટ્રાઇક લીધી અને રન બનાવ્યા. જોઈને ખૂબ સારું લાગ્યું. જ્યારે સર જ બધાની આગળ ઊભા હોય, તો ખેલાડીઓ તો ખુલ્લીને જ રમશે.” તેમણે કહ્યું, “સૌથી જરૂરી વસ્તુ એ જ છે કે આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. જ્યારે અમે ભારત પાછા જઈશું, તો સારું લાગશે અને આગળ સારું પ્રદર્શન કરવા નું પ્રોત્સાહન મળશે.”
PM મોદીએ જીત બાદ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ ભારતની જીત બાદ ટ્વીટ કર્યું હતું, “ઓપરેશન સિંદૂર ખેલના મેદાનમાં. પરિણામ સમાન છે… ભારતની જીત. અમારા ક્રિકેટરોને અભિનંદન.” દુબઈમાં થયેલી રવિવારની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો; Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
ટૂર્નામેન્ટની શરૂઆતથી જ તણાવ
કાશ્મીરના પહેલગામમાં એપ્રિલમાં આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓની હત્યા અને પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પહેલીવાર કોઈ ટૂર્નામેન્ટમાં આમને-સામને હતી. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. ખાસ વાત એ છે કે ત્રણ વખત થયેલી મેચમાં પાકિસ્તાન એકવાર પણ જીતી શક્યું નહીં. તો વળી, કેપ્ટન યાદવ સહિત આખી ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો.