News Continuous Bureau | Mumbai
ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને હવે માત્ર બે જ દિવસ બાકી છે. 26 માર્ચથી ચાલુ થઈ રહેલી IPL ની મેચ પર આંતકવાદી હુમલાનો ખતરો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. જોકે પોલીસે આવા કોઈ પણ હુમલો થવાની ટીપ મળી હોવાની શક્યતા નકારી કાઢી છે. એ સાથે જ પોલીસે પત્ર બહાર પાડી સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હોવાનું કહ્યું છે.
એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની કસ્ટડીમાં રહેલા આતંકવાદીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી હોવાનું કહેવાય છે. સતર્ક થઈ ગયેલી પોલીસે જોકે આવા કોઈ આતંકવાદી હુમલાની માહિતી મળી હોવાનો ઈનકાર કયો હતો.
મળેલ માહીતી મુજબ મુંબઈ પોલીસ દ્વારા IPL (IPL 2022) મેચોના સ્થળો પર સુરક્ષા વધારવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ આપેલ માહિતી મુજબ વાનખેડે મેદાન આતંકવાદીઓના રડાર પર છે. વાનખેડે મેદાનની રેકી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં પણ એવું પણ માનવામાં આવે છે કે IPL ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે ટ્રાઇડન્ટ હોટેલની આસપાસના વિસ્તારની આતંકવાદીઓ દ્વારા રેકી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
IPLની 15મી સિઝન આ વર્ષે 26 માર્ચથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની તમામ મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. આ માટે મુંબઈના ત્રણ અને પુણેના એક સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. શ્રેણીમાં 70 મેચો રમાશે જેમાંથી 20 મેચ વાનખેડે મેદાન પર રમાશે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15, નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 20 અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 20 અને 15 મેચ રમાશે.
આ સમાચાર પણ વાંચો : બિગ બ્રેકીંગ ન્યુઝ : એમ.એસ.ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન
પોલીસના જણાવ્યા અનુસાર, આઈપીએલની સુરક્ષા માટે રેપિડ એક્શન ફોર્સ, બોમ્બ સ્ક્વોડ અને સ્ટેટ રિઝર્વના જવાનોને તૈનાત કરવામાં આવશે. આ સ્પર્ધા 26 માર્ચથી મેના અંત સુધી ચાલશે.
મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આ વાતનો ખુલ્લેઆમ ખુલાસો કરવા તૈયાર નથી. જો કે મુંબઈ પોલીસ દ્વારા આંતરિક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું સમજાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ વાનખેડે મેદાન, ટ્રાઇડેન્ટ હોટેલ અને તેમની વચ્ચેના રસ્તાની રેકી કરી હતી. તેથી, વાનખેડે અને બ્રેબોર્ન બંને મેદાન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે હોટલના પરિસરમાં અને ખેલાડીઓના મેદાનમાં જવાના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.