ટોક્યો ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે અને આ દિવસથી એથ્લેટિક્સ મેચ શરૂ થઈ ગઈ છે.
અહીં ભારતનાં અવિનાશ સાબેલે પોતાનો 3000 મીટર સ્ટીપલચેઝ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે અને હીટ રેસમાં સાતમાં સ્થાન મેળવ્યો છે.
26 વર્ષીય સાબલેએ હીટ નંબર 2 માં 8ઃ18ઃ12 નો સમય નિકાળીને માર્ચમાં ફેડરેશન કપ દરમિયાન બનાવવામાં આવેલા 8:20:20 ને પોતાના પહેલાનાં રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો છે.
જો કે, આ પ્રદર્શન પણ તેને હીટમાં પ્રથમ ત્રણમાં સ્થાન અપાવવામાં નિષ્ફળ ગયું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ પાક્કો: બૉક્સર લવલીના બીજી જીત બાદ સેમીફાઇનલમાં પહોંચી
