જાપાનમાં રમાઈ રહેલા ટોક્યો ઓલમ્પિક રમત બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે.
બોક્સર સતીશ કુમારે 91 કિલો વર્ગના અંતિમ-16ની મેચમાં જમેકાના રિકાર્ડો બ્રાઉનને માત આપી દીધી છે.
આ જીત સાથે સતીશ કુમાર ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. તે મેડલ જીતવાથી એક મેડલ દૂર છે
હવે સતીષની ટક્કર ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવ સાથે થશે, જે વિશ્વ અને એશિયન ચેમ્પિયન છે.
ઉલ્લેખનીય છે કે સતીશ કુમાર અંતિમ આઠમાં પહોંચનાર ત્રીજા ભારતીય બોક્સર છે. સતીશથી પહેલા એમસી મેરિકોમ અને પૂજા રાણી અંતિમ આઠમાં પહોંચી ચૂકી છે.