ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલા ઑલિમ્પિક રમતોત્સવનો આજે (ગુરુવારે) સાતમો દિવસ છે. આજના ખેલની શરૂઆત ગોલ્ફર અનિર્બાન લાહિડી અને ઉદયને કરી. આજે ભારતીય શટલર પી. વી. સિંધુએ બૅડમિન્ટનમાં સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે ડેન્માર્કના મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13થી હરાવી. હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલ પણ જીતી લેતાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેના વિજયથી ભારતની મેડલની આશા વધી ગઈ છે.
બીજી તરફ ભારતીય પુરુષ હૉકી ટીમે પણ ઑલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે પોતાની ચોથી મૅચમાં 2016 રિયો ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અર્જેટિનાની ટીમને 3-1થી ધૂળ ચટાવી છે. ટીમની ચાર મૅચમાં આ ત્રીજી જીત છે, જે ટીમને ન્યૂ ઝીલૅન્ડ, સ્પેન અને અર્જેટિના વિરુદ્ધ મળી છે. ભારત ફક્ત ઑસ્ટ્રેલિયા સામે હાર્યું છે. હવે ભારતનો અંતિમ ગ્રુપ મુકાબલો હવે યજમાન જાપાનની ટીમ સામે શુક્રવારે યોજાશે.
મુંબઈમાં વેક્સિનેશન સેન્ટરનો બદલાયેલો સમય જાણી લો
તીરંદાજીની વાત કરીએ તો પુરુષોની તીરંદાજીમાં ભારતના અતનુ દાસે ચાઇનીઝ તાઇપેના ડેંગ યુ ચેંગને 6-4થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. અતનુએ આ મેચ 26, 27-28, 28-26, 27-28 અને 28-26થી જીતીને તીરંદાજીમાં મેડલની આશા જાળવી રાખી છે. તેમણે વ્યક્તિગત અંતિમ 8માં જગ્યા મેળવી લીધી છે. અતનુએ અંતિમ 16ના મુકાબલામાં કોરિયાના દિગ્ગજ તીરંદાજ જિન્યેક ઓહને માત આપી છે.