ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,9 ઓગસ્ટ 2021
સોમવાર
ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર બહાદુર ભારતીય રમતવીરો આજે સ્વદેશ પરત ફરશે.
તમામ મેડલ વિજેતાઓને હવે હોટલ અશોકામાં સન્માનિત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સન્માન સમારંભ યોજાવાનો હતો, પરંતુ ખરાબ હવામાન બાદ હવે સ્થળ બદલીને હોટલ અશોકામાં રાખવામાં આવ્યો છે.
કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત પૂર્વ ઓલિમ્પિક ખેલાડીઓ અને ભારત સરકારના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી શકે છે.
ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ મળ્યા છે. જેમાં 1 ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
