ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
જાપાનમાં રમાઇ રહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે.
ટોકિયો પેરાલમ્પિક ગેમ્સમાં રવિવારે વિનોદ કુમારે ભારત માટે ડિસ્ક થ્રોની F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પરંતુ હવે તેમની પાસેથી તેમનો આ બ્રોન્ઝ મેડલ પરત લેવામાં આવ્યો છે. કારણ કે, તેમને ડિસ્ક થ્રોની F52 કેટેગરી માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે.
આયોજકો વતી વિનોદ કુમારના કેસમાં કહેવામાં આવ્યું હતું કે 'પેનલ ભારતીય રમતવીર વિનોદ કુમારને રમત વર્ગ આપવા માટે અસમર્થ છે.
એથ્લીટ પુરુષોની F52 ડિસ્ક થ્રો મેડલ ઇવેન્ટમાં ગેરલાયક ઠેરવવામાં આવે છે અને તેમનું પરિણામ રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વિનોદે ગઈ કાલે જ પુરુષોની ડિસ્ક થ્રોની F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ કેટલાક દેશોએ વિરોધ કર્યા બાદ પરિણામ અટકાવવામાં આવ્યું હતું.