ટોકિયો પેરાલમ્પિકસ 2020માં ભારતને સૌથી મોટો ઝટકો, આ ખેલાડીએ ગુમાવ્યો બ્રોન્ઝ મેડલ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

સોમવાર

જાપાનમાં રમાઇ રહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 

ટોકિયો પેરાલમ્પિક ગેમ્સમાં રવિવારે વિનોદ કુમારે ભારત માટે ડિસ્ક થ્રોની F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પરંતુ હવે તેમની પાસેથી તેમનો આ બ્રોન્ઝ મેડલ પરત લેવામાં આવ્યો છે. કારણ કે, તેમને ડિસ્ક થ્રોની F52 કેટેગરી માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે.

આયોજકો વતી વિનોદ કુમારના કેસમાં કહેવામાં આવ્યું હતું કે 'પેનલ ભારતીય રમતવીર વિનોદ કુમારને રમત વર્ગ આપવા માટે અસમર્થ છે. 

 એથ્લીટ પુરુષોની F52 ડિસ્ક થ્રો મેડલ ઇવેન્ટમાં ગેરલાયક ઠેરવવામાં આવે છે અને તેમનું પરિણામ રદ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વિનોદે ગઈ કાલે જ પુરુષોની ડિસ્ક થ્રોની F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ કેટલાક દેશોએ વિરોધ કર્યા બાદ પરિણામ અટકાવવામાં આવ્યું હતું. 

ટોકિયો પેરાલમ્પિક: આ રાજ્ય સરકારનું મોટું એલાન, ગોલ્‍ડ મેડાલીસ્ટને 3 કરોડ, સિલ્વર મેડાલીસ્ટને 2 કરોડ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને આટલા કરોડ આપશે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More