ટોકિયો પેરાલિમ્પિકમાં પટેલ પાવરનો દબદબો, ભાવિના પટેલે પાક્કો કર્યો મેડલ; ટેબલ ટેનિસની ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

શનિવાર

ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો છે.

ભાવિનાએ ક્લાસ 4 ટેબલ ટેનિસની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. 

તેમણે સેમિફાઇનલમાં ચીની પેડલર ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને આ સફળતા હાંસલ કરી હતી. 

આ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય છે.

હવે ફાઇનલ મેચમાં તેઓ ચીનનાં જ વાય. ઝોઉ સામે ગોલ્ડ મેડલ માટે રમશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More