ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ખાતામાં 13મો મેડલ, આ ખેલાડીએ તીરંદાજીમાં અપાવ્યો બ્રોન્ઝ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

શુક્રવાર

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રહ્યું છે. 

હરવિંદર સિંહે તીરંદાજીમાં ભારત માટે 13મો મેડલ જીત્યો છે. આ રમતોમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય તીરંદાજ છે. 

તેણે શૂટ-ઓફમાં પહોંચી બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાના ખેલાડીને 6-5થી હરાવ્યો છે.

બંને ખેલાડીઓ પાંચ સેટ બાદ 5-5 થી ટાઈ રહ્યા હતા. આ પછી શૂટ ઓફ શરૂ થયું. 

કિમે આઠ, જ્યારે હરવિંદર સિંહે 10 નંબર પર નિશાન ફટકાર્યું અને મેડલ જીત્યો હતો. 

ભારત-ચીન સરહદ વિવાદ: આ મહિનામાં થઇ શકે છે કમાન્ડર લેવલની મિટિંગ, હોટ સ્પ્રિંગને લઈને થશે વાતચીત; જાણો વિગતે

Exit mobile version