ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
T-20 વર્લ્ડ કપ સ્પર્ધાના ક્વોટર ફાઈનલમાં પાકિસ્તાન હાથમાં આવેલી મેચ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના ફટકાબાજ ક્રિકેટર મૅથ્યુ વેડનની ફટાકેબાજ બેટિંગને પગલે પાકિસ્તાન મેચ હારી ગયું હતું. આ મેચમાં મૅથ્યુ વેડનનો કેચ પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ છોડી દીધો હતો ત્યારબાદ વેડને ત્રણ સિક્સ મારતા પાકિસ્તાન ફાયનલમાં પહોંચી શકયું હતું. જોકે વેડનનો કેચ છોડી દેનારા હસન અલીને કારણે પાકિસ્તાન મેચ હારી ગયું હોવાનું કહીને પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓએ તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે. ટ્રોલરો એટલેથી નહીં અટકતા તેની પત્નીને પણ હવે ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે તેની પત્ની સામિયા આરઝુ ભારતીય છે.
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: ભારત-પાકિસ્તાન ફરી મેદાન પર ટકરાશે, CWG ક્રિકેટ મેચનું શેડ્યૂલ જાહેર; જાણો ક્યારે અને કોની વચ્ચે થશે ઓપનિંગ મેચ
ઈન્સ્ટાગ્રામ પર હસન અલી અને તેની પત્ની સામિયાના એકાઉન્ટસ પર જઈને ટ્રોલરોએ હલકા અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો છે. અમુક લોકોએ તો હસનને કેચ છોડવા માટે કેટલા પૈસા મળ્યા હોવાનો સવાલ પણ કર્યો હતો. તો અમુક લોકોએ તેને ગદ્દાર કહેવાની સાથે જ તેને પાકિસ્તાન આવતાની સાથે જ ગોળી મારી દેવાની ધમકી આપી હતી. અમુક ટ્રોલરોએ સામિયા માટે પણ ગંદા શબ્દો વાપર્યા હતા.