News Continuous Bureau | Mumbai
Lionel Messi India Tour વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસીએ તેમના ભારત પ્રવાસ (GOAT Tour of India) દરમિયાન જામનગર સ્થિત ‘વનતારા’ (Vantara) ની મુલાકાત લીધી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ વન્યજીવ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઈને મેસી અભિભૂત થઈ ગયા હતા. તેમણે અહીં હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમવાની મજા માણી હતી અને ભારતીય સંસ્કૃતિનો પણ અનુભવ કર્યો હતો.
હાથીના બચ્ચા સાથે ફૂટબોલની રમત
વનતારામાં મેસીએ એક અનોખી ફૂટબોલ મેચ રમી હતી. મેસીએ ત્રિપુરાથી લાવવામાં આવેલા ‘માણેકલાલ’ નામના હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો હતો. માણેકલાલને પણ ફૂટબોલ ખૂબ ગમે છે. મેસીએ જ્યારે તેની તરફ બોલ ફેંક્યો ત્યારે હાથીનું બચ્ચું પણ ઉત્સાહિત થઈ ગયું હતું.તેમણે સિંહ અને અન્ય પ્રાણીઓને પણ નજીકથી જોયા હતા અને પશુચિકિત્સકો સાથે પ્રાણીઓની સંભાળ વિશે ચર્ચા કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો : India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ
ફૂટબોલ મેદાનના શોરબકોરથી દૂર મેસી અહીં ભારતીય પરંપરામાં રંગાયેલા જોવા મળ્યા હતા.મેસીએ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શિવલિંગ પર દૂધ ચઢાવીને વિધિવત પૂજા કરી હતી. તેમણે અહીં મેડિટેશન (ધ્યાન) પણ કર્યું હતું, જેની તેમના મન પર ઊંડી અસર પડી હતી.મુલાકાત બાદ મેસીએ વનતારાના કામના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. મેસીએ કહ્યું, “વનતારા જે કામ કરે છે તે ખરેખર ખૂબ જ સુંદર છે. પ્રાણીઓને બચાવવાની અને તેમની સંભાળ રાખવાની રીત પ્રભાવશાળી છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે. અમે આ સાર્થક કાર્યને સમર્થન આપવા માટે ફરીથી ચોક્કસ આવીશું.”
