ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલના પાંચમા દિવસે સ્ટેડિયમમાંથી બે દર્શકોને તગેડી મુકાયા હતા. આરોપ છે કે તેઓએ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન રોસ ટેલર પર નસલીય ટિપ્પણી કરી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની જનરલ મૅનેજ ક્લેયર ફ્લોંગે ટ્વીટ કરી આ કાર્યવાહીની જાણકારી આપી છે.
હકીકતે ડોમિનિક ડા સૂજા નામના એક ટ્વિટર યુઝર્સે ICCના GMને ટેગ કરી ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ પર બે ભારતીય દર્શકોએ નસલીય ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે “શું મેદાન પર કોઈ દર્શકોના વર્તન પર ધ્યાન રાખવાવાળું છે? અહીં એક શખસ ન્યૂઝીલૅન્ડની ટીમ વિરુદ્ધ અપશબ્દ ઉચ્ચારી રહ્યો છે. આખો દિવસ આ શખસ ન્યૂઝીલૅન્ડ ટીમ વિરુદ્ધ અપશબ્દો બોલ્યો હતો ત્યાં સુધી કે રોસ ટેલર વિરુદ્ધ નસલીય ટિપ્પણી પણ કરી હતી.”
આ ટ્વીટ બાદ ICCની GM હરકતમાં આવી અને તેઓએ સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે મોકલી દુર્વ્યવહાર કરનારા દર્શકોને બહાર તગેડી મૂક્યા હતા. ક્લેયરે ટ્વીટ કરી સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.