કોરોના વાયરસ મહામારીના કારણે વધુ એક ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી…જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

14 ઓક્ટોબર 2020

કોરોના વાયરસ મહામારીના કારણે કોરોના વાયરસ મહામારીના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે માર્ચ બાદથી ક્રિકેટ પર મોટુ ગ્રહણ લાગી ગયુ છે. મોટી મોટી ટૂર્નામેન્ટના આયોજનોને સ્થગિત કરી દેવામા આવ્યા છે. વર્લ્ડકપ, એશિયા જેવી ટૂર્નામેન્ટોને રદ્દ કરવાનો વારો આવ્યો છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના કારણે નવેમ્બરમાં યોજનારી અંડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. 

આ જાણકારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે  આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવેમ્બરમાં રમાનારી અંડર-19 એશિયા કપનુ આયોજન નહીં થાય. પ્રાપ્ત માહિતી પ્રમાણે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટના આયોજન માટે તમામ સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા, ત્યારબાદ અંડર-19 એશિયા કપના આયોજનને 2021માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આપને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત 8 ટીમો ભાગ લેવા જઈ રહી હતી. અંડર 19 એશિયા કપ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવાનો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા એશિયા કપ પણ કોવિડ 19 ના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More