Site icon

કોરોના વાયરસ મહામારીના કારણે વધુ એક ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી…જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓક્ટોબર 2020

કોરોના વાયરસ મહામારીના કારણે કોરોના વાયરસ મહામારીના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે માર્ચ બાદથી ક્રિકેટ પર મોટુ ગ્રહણ લાગી ગયુ છે. મોટી મોટી ટૂર્નામેન્ટના આયોજનોને સ્થગિત કરી દેવામા આવ્યા છે. વર્લ્ડકપ, એશિયા જેવી ટૂર્નામેન્ટોને રદ્દ કરવાનો વારો આવ્યો છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના કારણે નવેમ્બરમાં યોજનારી અંડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. 

આ જાણકારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે  આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવેમ્બરમાં રમાનારી અંડર-19 એશિયા કપનુ આયોજન નહીં થાય. પ્રાપ્ત માહિતી પ્રમાણે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટના આયોજન માટે તમામ સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા, ત્યારબાદ અંડર-19 એશિયા કપના આયોજનને 2021માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આપને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત 8 ટીમો ભાગ લેવા જઈ રહી હતી. અંડર 19 એશિયા કપ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવાનો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા એશિયા કપ પણ કોવિડ 19 ના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો હતો.

Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Hikaru Nakamura: ટેક્સાસમાં યોજાયેલા ચેસ ઇવેન્ટમાં હિકારુ નાકામુરાએ ગુકેશનો કિંગ પીસ ફેંક્યો, સોશિયલ મીડિયા પર વિવાદ
Mirabai Chanu: મીરાબાઈ ચાનૂનો વિશ્વ ભારતીયેત્તલોન ચેમ્પિયનશિપમાં જાદુ, અધધ આટલા કિલો વજન ઉઠાવીને જીત્યો રજત પદક
Exit mobile version