ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર
૨૦૨૧માં ઇંગ્લેન્ડનું પ્રદર્શન ત્રણેય ફોર્મેટમાં ભલે સારુ રહ્યું હોય પરંતુ આ વર્ષ દરમિયાન તેના ટોપ-૭ બેટરના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની ટીમના ટોપ-૭ બેટર આ વર્ષે ૨૯ વાર ૦ રનના સ્કોર પર પેવેલિયન ભેગા થયા છે.મિચેલ સ્ટાર્કે મેચના પહેલા બોલ પર જ રોરી બર્ન્સને આઉટ કરી ઇંગ્લેન્ડ ટીમને હંફાવી દીધી હતી. ૦ રનના સ્કોર પર પહેલી વિકેટ પડી જતા ઇંગ્લેન્ડની ટીમ પર ઓસ્ટ્રેલિયન પેસર્સે પહેલી ઓવરથી જ પોતાનો દબદબો બનાવી લીધો હતો. જેના પરિણામે ૬૦ રનના સ્કોર પર અડધી ઇંગ્લેન્ડની ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને જાેતજાતામાં ૧૪૭ રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયન પેસર્સે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરી મેચના પહેલા દિવસથી પોતાની પકડ વધુ મજબુત કરી લીધી છે.ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બુધવારથી એશિઝ સિરીઝ શરૂ થઈ ગઈ છે. જેના પહેલા દિવસે બ્રિસ્બેનમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. તેવામાં એશિઝના રસાકસી ભર્યા જંગમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ તો જીત્યો પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર્સની આક્રમક બોલિંગના પગલે તેમના ગેમ પ્લાન પર પાણી ફરી વળ્યું છે. સ્ટાર્કે સિરીઝના પહેલા બોલ પર રોરી બર્ન્સને ક્લિન બોલ્ડ કરી, ૮૫ વર્ષ પછી અનોખા ઈતહાસનું પુનરાવર્તન કર્યું છે.
ચીનમાં ત્રીજું બાળક કરવાથી મળશે સરકાર તરફથી આ રાહત; જાણો વિગતે
Join Our WhatsApp Community