પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને હરાવ્યું -પાકની જીત બાદ દિલચસ્પ થઈ સેમી ફાઈનલની જંગ- પોઈન્ટ ટેબલમાં થયો આ મોટો ફેરફાર

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

આજે સિડનીમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર-12 મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને મ્હાત આપી છે. આ જીત સાથે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. 

મહત્વનું છે કે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ બીજી જીત છે. આ પહેલા પાકિસ્તાને નેધરલેન્ડને હરાવ્યું હતું. આ સાથે જ T20 વર્લ્ડ કપના સુપર-12ના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલ પર પાકિસ્તાનના 4 પોઈન્ટ છે. આ જીત સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

પોઈન્ટ ટેબલમાં તમામ ટીમની સ્થિતિ પર નજર કરીએ તો, હાલ ભારત 6 પોઈન્ટ સાથે સૌથી ટોપ પર છે. ભારતે 4માંથી ત્રણ મેચ જીતી છે. તો સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 4માંથી 2 જ મેચ જીતી છે. દરમિયાન ત્રીજા અને ચોથા ક્રમે 4-4 પોઈન્ટ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. આ બંને ટીમોએ પણ 2 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. પોઈન્ટ ટેબલમાં ઝિમ્બાબ્વે 5મા અને નેધરલેન્ડ છઠ્ઠા સ્થાને છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- વોટ્‌સઅપે સપ્ટેમ્બરમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ- આ ભૂલ કરી તો તમારો નંબર પણ થઈ જશે બેન

જો હવે સાઉથ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મેચમાં હારી જશે તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે આ ગ્રુપમાં નેટ રન રેટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. આ સિવાય જો 6 નવેમ્બરે રમાનારી ઝિમ્બાબ્વે અને ભારતની મેચમાં જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામેની નેટ રન રેટ સુધારશે તો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી જશે. 

આજે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે એક સમયે 43 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શાદાબ-ઈફ્તિખાર વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 82 રનની ભાગીદારી પાકિસ્તાનને 185 રનના સ્કોર સુધી લઈ ગઈ હતી. શાદાબ ખાને માત્ર 22 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન શાદાબ ખાને ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈફ્તિખાર અહેમદની વાત કરીએ તો તેણે 35 બોલમાં 51 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.  

 આ સમાચાર પણ વાંચો : ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર- 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ- જાણો તેની ખાસિયતો 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment