256
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
થોડા દિવસ અગાઉ ઉત્તરાખંડના કોચ વસિમ જાફરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આ રાજીનામું આવ્યા પછી આરોપ પ્રત્યારોપ નો એક નિમ્ન સ્તર નો દોર શરૂ થયો છે. વસીમ જાફર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ક્રિકેટ પીચ પર મોલવીને આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન બનવા માટે તે એક મુસ્લિમ ખેલાડી ને આગળ કરી રહ્યો હતો.
બીજી તરફ વસિમ જાફરના સમર્થનમાં અનિલ કુંબલે અને ઇરફાન પઠાણ કૂદી પડ્યા છે. વસિમ જાફરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવું કશું જ કર્યું નથી. આ ઉપરાંત કેપ્ટન પદ માટે તેણે મુસ્લિમ નામ નામાંકિત કર્યું નથી.
આમ ભારતીય ક્રિકેટમાં કદાચ જ જોવા મળતી હિંદુ-મુસ્લિમ લડાઈ સાર્વજનિક થઈ છે.
You Might Be Interested In
