ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યાંના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોહલીએ IPLની વર્તમાન સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.
કોહલીએ કહ્યું કે RCBના કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ.
મારા પર વિશ્વાસ કરવા અને મારુ સમર્થનન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.
કોહલી IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશીપ કરતો દેખાશે.
ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચુક્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સિઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.