Site icon

 ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલી RCB ના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જુઓ ક્યારે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યાંના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કોહલીએ IPLની વર્તમાન સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.

કોહલીએ કહ્યું કે RCBના કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ. 

મારા પર વિશ્વાસ કરવા અને મારુ સમર્થનન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.

કોહલી IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશીપ કરતો દેખાશે. 

ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચુક્યો છે.  આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સિઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version