News Continuous Bureau | Mumbai
ભારતના ગ્રાન્ડ માસ્ટર અને ચેસના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથ આનંદ (Viswanathan Anand)ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસન( Magnus Carlsen)ને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યા છે.
આનંદ નોર્વે ચેસ ટુર્નામેન્ટ( Norway Chess tournament)માં ક્લાસિકલ સેક્શનના પાંચમા રાઉન્ડમાં આ જીત મેળવતાની સાથે જ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.
આનંદે કાર્લસન(Magnus Carlsen)ને રોમાંચક આર્મેગડન(સડન ડેથ ગેમ)માં હરાવ્યા છે.
હવે કાર્લસનની પાસે કુલ 9.5 પોઈન્ટસ છે અને તે હાલમાં આ ટુર્નામેન્ટમાં અત્યારે બીજા નંબરે છે.
આ અગાઉ બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ રેગ્યુલેર મેચ 40 મૂવ્સ સાથે ડ્રો રહી હતી.
આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ