Site icon

સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો… બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ આખો મામલો સેલ્ફીથી શરૂ થયો જે લડાઈમાં ફેરવાઈ ગયો. તેટલું જ નહીં, તેમના મિત્રની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Watch: Prithvi Shaw engages in a brawl with fans over selfie

સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો... બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ આખો મામલો સેલ્ફીથી શરૂ થયો જે લડાઈમાં ફેરવાઈ ગયો. તેટલું જ નહીં, તેમના મિત્રની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

 

 

મળતી માહિતી પ્રમાણે, મુંબઈની એક હોટલમાં ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી પડાવવા આરોપીઓ પૃથ્વી પાસે પહોંચ્યા હતા. બંને આરોપીઓએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી હતી, ત્યાર બાદ બંનેએ ફરી સેલ્ફી લેવા માટે ક્રિકેટરને કહ્યું હતું, જે માટે પૃથ્વીએ ઈન્કાર કરી દીધો હતો. પૃથ્વી શોએ ઈન્કાર કર્યા બાદ હોટલના મેનેજરે બંને આરોપીઓને હોટલમાંથી બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ આ વાત બાદ ગુસ્સે ભરાયેલા આરોપીઓએ થોડીવાર બાદ હોટલમાંથી બહાર નિકળેલા પૃથ્વીની કારનો પીછો કર્યો હતો.

ક્રિકેટર પૃથ્વી શૉની ગાડી જ્યારે જોગેશ્વરી લિંક રોડ પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી, ત્યારે તે સમયે આરોપીઓએ પૃથ્વીના કારને સામેથી રોકી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ બેટથી કારના કાચ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કારમાં ક્રિકેટ પૃથ્વી શૉ પણ હતો. કારમાં તેનો એક મિત્ર, ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો. આ ઉપરાંત મામલો થાળે પાડવા માટે તેના પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

ઓશિવારા પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી કરી છે. એફઆઈઆરની નકલ અનુસાર, આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 148, 149, 384, 427, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી 20 મેચની સિરિઝમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. પરંતુ તે કોઈપણ મેચમાં મેદાનમાં આવી શક્યા નહોતા.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
Exit mobile version