વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકર હાલમાં નિવૃત્તિ જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. તે અવારનવાર ફેન્સ માટે પોતાના ફોટો-વિડિયો શેર કરે છે અને કેટલાક અપડેટ્સ આપે છે. હવે તેમણે રવિવારે આવી જ એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેમની માતા સાથે બેઠા છે.
Having this season’s first mango 🥭 with a very very very very very very very very very very very very very very very special person in my life! pic.twitter.com/5xDgDeXKg5
— Sachin Tendulkar (@sachin_rt) March 26, 2023
49 વર્ષીય સચિન તેંડુલકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તેમની માતા રજની સાથેનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. જેમાં સચિનની માતા ખુરશી પર બેઠા છે અને તેની સામે અનેક દેવતાઓની તસવીરો અને મૂર્તિઓ રાખવામાં આવી છે. પછી સચિન ત્યાં આવે છે. તેના હાથમાં એક થાળી છે, જેમાં કાપેલી કેરીઓ રાખવામાં આવી છે. સચિન તેની માતાને કેરી ખવડાવે છે અને પોતે પણ ખાય છે. આ સાથે સચિન આ વીડિયોમાં તેની માતાને કેરીના સ્વાદ વિશે પૂછે છે.
આ સમાચાર પણ વાંચો : ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો
આ વીડિયોને શેર કરતા સચિન તેંડુલકરે કેપ્શન આપ્યું છે – ‘આ સીઝનની પહેલી કેરી જેની સાથે મારા જીવનમાં ખૂબ જ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખાસ વ્યક્તિ છે!’ સચિન તેંડુલકરે આ કૅપ્શનમાં ‘ખૂબ’ શબ્દનો 15 વખત ઉપયોગ કર્યો છે.. સચિન તેંડુલકરના આ વીડિયો અને કેપ્શનને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની માતા પ્રત્યેના આદર અને પ્રેમને પણ સલામ કરી રહ્યા છે.