Site icon

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ ખાસ વ્યક્તિ સાથે સીઝનની પહેલી કેરીનો સ્વાદ માણ્યો, આપ્યું અનોખું કેપ્શન.. જુઓ વિડીયો..

WATCH | Sachin Tendulkar Enjoys Season's First Mango With His Mother in Heartwarming Video

સચિન તેંડુલકરે આ ખાસ વ્યક્તિ સાથે સીઝનની પહેલી કેરીનો સ્વાદ માણ્યો, આપ્યું અનોખું કેપ્શન.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકર હાલમાં નિવૃત્તિ જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. તે અવારનવાર ફેન્સ માટે પોતાના ફોટો-વિડિયો શેર કરે છે અને કેટલાક અપડેટ્સ આપે છે. હવે તેમણે રવિવારે આવી જ એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેમની માતા સાથે બેઠા છે.

49 વર્ષીય સચિન તેંડુલકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તેમની માતા રજની સાથેનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. જેમાં સચિનની માતા ખુરશી પર બેઠા છે અને તેની સામે અનેક દેવતાઓની તસવીરો અને મૂર્તિઓ રાખવામાં આવી છે. પછી સચિન ત્યાં આવે છે. તેના હાથમાં એક થાળી છે, જેમાં કાપેલી કેરીઓ રાખવામાં આવી છે. સચિન તેની માતાને કેરી ખવડાવે છે અને પોતે પણ ખાય છે. આ સાથે સચિન આ વીડિયોમાં તેની માતાને કેરીના સ્વાદ વિશે પૂછે છે.

આ સમાચાર પણ વાંચો : ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો

આ વીડિયોને શેર કરતા સચિન તેંડુલકરે કેપ્શન આપ્યું છે – ‘આ સીઝનની પહેલી કેરી જેની સાથે મારા જીવનમાં ખૂબ જ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખાસ વ્યક્તિ છે!’ સચિન તેંડુલકરે આ કૅપ્શનમાં ‘ખૂબ’ શબ્દનો 15 વખત ઉપયોગ કર્યો છે.. સચિન તેંડુલકરના આ વીડિયો અને કેપ્શનને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની માતા પ્રત્યેના આદર અને પ્રેમને પણ સલામ કરી રહ્યા છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version