Site icon

T20 Worldcup- નામીબિયા પછી સ્કૉટલેન્ડે ચોકાવ્યા- બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડકપમાં(T-20 World Cup) સતત બીજા દિવસે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. સ્કૉટલેન્ડે(Scotland) ગ્રુપ-બીની ત્રીજી મેચમાં હોબાર્ટમાં(Hobart) વેસ્ટ ઇન્ડીઝને(West Indies) 42 રને હરાવ્યું હતું. આ પહેલા રવિવારે નામીબિયાએ(Namibia) એશિયા કપ 2022માં(Asia Cup 2022) ચેમ્પિયન શ્રીલંકાને હરાવીને ચોકાવ્યુ હતુ. વેસ્ટ ઇન્ડીઝની(West Indies) ટીમ બે વખત ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીતી ચુકી છે. નિકોલસ પૂરને(Nicholas Pooran) ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. સ્કૉટલેન્ડની ટીમે જૉર્જ મુન્સેની(George Munsey) અડધી સદીની મદદથી 5 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 18.3 ઓવરમાં 118 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. 

Join Our WhatsApp Community

સ્કૉટલેન્ડની ઇનિંગ(Scotland's innings)

સ્કૉટલેન્ડના જૉર્જ મુન્સે અણનમ 66 અને માઇકલ જોંસ 20 રને સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 55 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય કેલમ મેકલિયોડે 23, કેપ્ટન રિચી બેરિંગટન અને ક્રિસ ગેવ્સે 16-16 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી અલ્જારી જોસેફ અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. ઓડિયન સ્મિથને એક સફળતા મળી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ

161 રનના પડકારનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઓલ રાઉન્ડર જેસન હોલ્ડરે થોડો સંઘર્ષ કર્યો હતો. ટીમને પ્રથમ ઝટકો કાઇલ મેયર્સ 20 તરીકે લાગ્યો હતો. તે ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. તે બાદ ઇવિન લુઇસ 14 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેન્ડન કિંગ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન નિકોલસ પૂરન અને શેરમાહ બ્રૂક્સે 4-4 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલે 5 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : T 20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જોરદાર ખેલ- એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને નામિબિયાએ આપી ધોબીપછાડ

માર્ક વાટે 4 ઓવરમાં 12 રન આપીને ઝડપી 3 વિકેટ

જેસન હોલ્ડરે થોડો સંઘર્ષ કર્યો હતો અને તે 33 બોલમાં 38 રન બનાવ્યા હતા. અકિલ હોસેન 1, અલ્જારી જોસેફ ડક અને ઓડિયન સ્મિથ 5 રન બનાવીને આઉટ થયો હતો. ઓબેડ મૈકકૉય 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્કૉટલેન્ડ તરફથી માર્ક વાટે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version