WFI suspension: રેસલિંગ ફેડરેશનનું કામકાજ સંભાળવા ભારતીય ઓલમ્પિક સંઘે બનાવી આ કમિટી, ભૂપેન્દ્રસિંહ બાજવાને બનાવાયા પ્રમુખ..

WFI suspension: રમતગમત મંત્રાલયે ઓલિમ્પિક એસોસિએશનને પત્ર લખીને રેસલિંગ ફેડરેશનના કામકાજને સુચારૂ રીતે ચલાવવા માટે એક કમિટી બનાવવાનું કહ્યું હતું, જેથી રમતગમતની પ્રવૃત્તિઓ ખોરવાઈ ન જાય અને તેને સરળતાથી ચલાવી શકાય.

by kalpana Verat
WFI suspension Indian Olympic Association forms 3-member committee to oversee Wrestling Federation of India operations

News Continuous Bureau | Mumbai

WFI suspension: ભારતીય ઓલિમ્પિક સંઘ ( IOA ) એ આજે એક મોટો નિર્ણય લીધો છે. IOA એ ત્રણ સભ્યોની એડહોક કમિટીની ( Ad Hoc Committee )  રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ બાજવાને ( Bhupinder Singh Bajwa ) બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સભ્યોમાં એમએમ સૌમ્યા ( mm somaya ) અને મંજુષા કુંવર ( manjusha kanwar ) રહેશે. 

સરકારે WFIને સસ્પેન્ડ કરી દીધું

ઓલિમ્પિક એસોસિએશન ( Olympic Association ) દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ( WFI ) ને સસ્પેન્ડ કર્યાના ત્રણ દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, કેન્દ્રીય રમત મંત્રાલયે ( Union Ministry of Sports ) રવિવારે (24 ડિસેમ્બર) WFIને સસ્પેન્ડ કરી દીધું હતું. આની પાછળ, મંત્રાલયે કહ્યું હતું કે નવી ચૂંટાયેલી સંસ્થાએ પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને કુસ્તીબાજોને ( wrestlers ) તૈયારી માટે પૂરતો સમય આપ્યા વિના ઉતાવળમાં અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના સંગઠનની જાહેરાત કરી હતી.

બ્રિજ ભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન નો આરોપ

મહત્વનું છે કે તાજેતરમાં જ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહને WFIના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી, દિગ્ગજ કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા બ્રિજ ભૂષણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના વિરોધના મુખ્ય ચહેરા હતા.

આ સમાચાર પણ વાંચો :  Bharat rice : મોંઘવારીમાં મળશે મોટી રાહત, લોટ અને દાળ બાદ હવે સરકાર આપશે ‘ભારત ચોખા’, આટલા રૂપિયે કિલો..

સાક્ષી મલિકે નિવૃત્તિ લીધી

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે ગુરુવારે (21 ડિસેમ્બર) સંજય સિંહની પસંદગીના વિરોધમાં કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More