ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શનિવાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ હંમેશાં ચર્ચામાં રહ્યા છે અને આજે નિવૃત્તિ લીધા પછી પણ બંને કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ બે ખેલાડીઓ છે શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તર. વર્ષ ૨૦૧૩માં શાહિદ આફ્રિદી તેની કૅપ્ટનશિપની ટીકા થવાને કારણે વીફર્યો હતો. તેણે પાકિસ્તાની મીડિયા સામે તેની ટીકા કરનારાઓની'મિસ્ટર બીન' કહી આલોચના કરી હતી.
આ ટીવી પ્રોગ્રામ ત્યારનો છે જ્યારે વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણી રમવામાં આવી હતી. એ શ્રેણીમાં, મિસ્બાહ-ઉલ-હકે પાકિસ્તાની ટીમની કમાન સંભાળી હતી, પરંતુ શાહિદ આફ્રિદી બૅટિંગમાં ઘણો સારો હતો. જ્યારે તે પાકિસ્તાન પાછો ફર્યો ત્યારે પત્રકારોએ તેની સાથે ઍરપૉર્ટ પર જ વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું,“હું જાણું છું કે પાકિસ્તાની મીડિયામાં ઘણા મિસ્ટર બીન બેઠા છે. મીડિયાએ પણ સકારાત્મક લોકો લાવવા જોઈએ.” જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેનો ઇશારો શોએબ અખ્તર જેવા ખેલાડીઓ તરફ હતો જે એ દરમિયાન ટીવી સ્ક્રીન પર પાકિસ્તાન ક્રિકેટમાં સુધારણાની વાત કરી રહ્યો હતો.
તો હવે આટલા દેશો રમશે વર્લ્ડ કપ; જાણો આઇસીસીનો નવો પ્લાન
ત્યારબાદ પાકિસ્તાનની એક ચૅનલે આ વીડિયો પર શોએબ અખ્તરને સવાલ કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે "મને આશ્ચર્ય છે કે તેઓ હજી મોટા થયા નથી, પરિપક્વતા આવી નથી. જે મુજબ તે પાકિસ્તાન માટે રમી રહ્યો છે, એ જ રીતે મીડિયા સથે વાત કરે છે. એકવાર મિસ્બાહ-ઉલ-હકને પણ આ જ રીતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અખ્તર અને બાકીના લોકો જે કંઈ કહે છે એ અમુકવાર તો બરાબર હોય છે, પરંતુ શિક્ષિત માણસ અને જાહિલ વચ્ચેનો આ જ તફાવત છે.
ઉલ્લેખનીય છે કે શાહિદ આફ્રિદી તેની કરિયરમાં ૨૭ ટેસ્ટ, ૩૯૮ વન-ડે અને ૯૯ T-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે. T-20 આંતરરાષ્ટ્રીયમાં પાંચ શતક,આઠ અર્ધ-શતક દ્વારા ૧૭૧૬ રન બનાવ્યા છે.