Site icon

સાનિયા મિર્ઝા કેમ બ્રિટન એકલી નથી જવા માગતી, તેના પુત્રને બ્રિટનના વિઝા કેમ નથી મળી રહ્યા;

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના બે વર્ષના દીકરા ઇજહાન મિર્ઝાને  બ્રિટનના વિઝા મળવામાં અડચણ આવી રહી છે. પોતાના પુત્રને અને તેની સંભાળ રાખનારી કૅરટૅકરને બ્રિટનના વિઝા મળે એ માટે તેણે ભારત સરકાર પાસે મદદ માગી છે. સાનિયા મહિનાભર માટે બ્રિટન જવાની છે. જોકે પોતાના દીકરાને તે ભારત છોડી જવા માગતી નથી. ભારતના ખેલ મંત્રાલયે પણ બ્રિટન સરકારનો સંપર્ક કર્યો છે. બ્રિટિશ હાઈ કમિશને આ બાબત વિચારાધીન હોવાનું જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેરને પગલે બ્રિટન સરકારે ભારતીય પ્રવાસીઓને રેડ લિસ્ટમાં મૂકી દીધા છે. આકરા પ્રતિબંધને પગલે ભારતથી બ્રિટન જનારા તમામ પ્રવાસીઓને ફરજિયાત ક્વોર્ન્ટાઇન અને ટેસ્ટિંગ કરાવવાં પડે છે.

ટૉકિયોમાં યોજાઈ રહેલા ઑલિમ્પિકમાં ભાગ લેવા સાનિયા મિર્ઝા જવાની છે. એ પહેલાં જૂન મહિનામાં તે ઇંગ્લૅન્ડમાં ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. ત્યાર બાદ વિમ્બ્લન્ડન અને બર્મિધમ ઓપન અને ઈસ્ટર્બોન ઓપનમાં પણ તે રમવાની છે.

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
Exit mobile version