Site icon

WI vs ENG : ચાલુ મેચમાં ફિલ્ડિંગ સેટ-અપને લઈ કેપ્ટન સાથે બાખડયો અલ્ઝારી જોસેફ, ગુસ્સામાં છોડ્યું મેદાન; હવે થઇ આ કાર્યવાહી..

WI vs ENG : વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 2 મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. બુધવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડે મેચ દરમિયાન જોસેફનો પોતાના જ કેપ્ટન શાઇ હોપ સાથે ઝઘડો થયો હતો. જોસેફનો ગુસ્સો શમતો ન હતો અને દલીલબાજી પછી તેણે મેદાન છોડી દીધું.

WI vs ENG Alzarri Joseph Banned By Cricket West Indies For Heated Argument With Captain

WI vs ENG Alzarri Joseph Banned By Cricket West Indies For Heated Argument With Captain

News Continuous Bureau | Mumbai

WI vs ENG : વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બોલર અલઝારી જોસેફ પર મોટી કાર્યવાહી કરી છે. ક્રિકેટ બોર્ડે ખેલાડી પર બે મેચ માટે પ્રતિબંધ મૂક્યો છે. બુધવાર, નવેમ્બર 6, ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક ODIમાં, કેપ્ટનથી નારાજ અલ્ઝારી જોસેફ ઉતાવળમાં મેદાન છોડીને બહાર નીકળી ગયો. આવી સ્થિતિમાં ટીમને માત્ર 10 ખેલાડીઓ સાથે થોડો સમય મેદાનમાં ઉતરવું પડ્યું હતું. જોકે, જોસેફ થોડા સમય પછી પાછો આવ્યો અને 10 ઓવરનો પોતાનો ક્વોટા પૂરો કર્યો. પરંતુ જોસેફના આ પગલાથી નારાજ થઈને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી યુવા ક્રિકેટરો પણ આમાંથી બોધપાઠ લઈ શકે. 

Join Our WhatsApp Community

WI vs ENG : ખેલાડી  મેદાન છોડીને બહાર ગયો

વાસ્તવમાં  આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની ચોથી ઓવરમાં બની હતી. અલઝારી જોસેફ ( Alzarri Joseph ) કેપ્ટન શે હોપ દ્વારા લાદવામાં આવેલા ફિલ્ડ પ્લેસમેન્ટથી ખુશ ન હતા. જોસેફના કહેવા પછી પણ કેપ્ટને ફિલ્ડિંગ ન બદલ્યું તો બોલર ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં અલઝારીએ ઝડપી બોલિંગ ( Cricket Match ) શરૂ કરી અને ઓવરમાં વિકેટ લેતી વખતે એક પણ રન આપ્યો ન હતો. ઓવર પૂરી થતાં જ તે મેદાન છોડીને બહાર ગયો હતો.

WI vs ENG : બે મેચનો પ્રતિબંધ 

ખેલાડીના આ એક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મેચ બાદ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ( West Indies Cricket Board ) ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અલઝારી જોસેફ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ના માપદંડો પર ખરા ઉતર્યા નથી. આ પ્રકારના વર્તનને નજરઅંદાજ ન કરી શકાય અને તેના પર બે મેચનો પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

WI vs ENG : જોસેફે પોતાના વર્તન માટે માંગી માફી 

જોસેફે ( West Indies ) પોતાના વર્તન માટે માફી પણ માંગી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની એક રીલીઝમાં તેણે કહ્યું હતું કે, ‘મને સમજાયું કે મારી લાગણીઓ મારા પર હાવી થઈ ગઈ છે. મેં વ્યક્તિગત રીતે કેપ્ટન શાઈ હોપ ( shai hope ) , મારા સાથી ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટની માફી માંગી છે. આ સાથે હું વેસ્ટ ઈન્ડિઝના પ્રશંસકોની પણ માફી માંગુ છું. હું સમજું છું કે ચુકાદામાં નાની ભૂલ પણ દૂરગામી પરિણામો લાવી શકે છે. જેઓ મારા વર્તનથી નિરાશ થયા છે તેમની હું દિલથી માફી માંગુ છું.

IND vs SA: ઇતિહાસ રચાયો! વિરાટ કોહલીએ સચિનનો ODI મહારેકોર્ડ તોડ્યો, રોહિત શર્મા વનડે સિક્સર કિંગ બન્યો!
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Virat Kohli century: IND vs SA ODI Series: સચિનનો મહા રેકોર્ડ તૂટ્યો, રાંચી ODI માં વિરાટ કોહલીની તોફાની ઇનિંગ્સ!
IND vs SA: રોહિત-વિરાટના ODI ભવિષ્ય પર BCCIની અમદાવાદમાં ‘મહાસભા’, ૨૦૨૭ વર્લ્ડ કપ માટે નવો રોડમેપ તૈયાર થશે!
Exit mobile version