લે પંગા-  આ રાજ્યમાં સાડી પહેરીને મહિલાઓ રમી કબડ્ડી- વિશ્વાસ ન થાય એવો વિડીયો- તમે પણ જુઓ 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

એક સમય હતો જ્યારે કબડ્ડી(Kabaddi) રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) પણ કબડ્ડી રમાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં(tournament) દેશભરમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે પુરુષો કબડ્ડી રમતા જોવા મળે છે અથવા અનેક જગ્યાએ છોકરીઓ પણ ખૂબ જ જુસ્સાથી કબડ્ડી રમે છે. પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી જાેઈ છે? હા, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વિડીયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાઓ(Women) સાડી પહેરીની કબડ્ડી રમી રહી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાઓના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો છત્તીસગઢ ઓલિમ્પિકનો (Chhattisgarh Olympics) છે, જેમાં મહિલાઓ સાડી પહેરીને માથે ઓઢીને કબડ્ડી રમી રહી છે.

આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક 

IAS અધિકારી અવનીશ શરણે(Avnish Sharan) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર(Twitter) પર આ વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમ કિસી સે કમ હૈ ક્યા… છત્તીસગઢ ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી.’ ૫૧ સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ૧૩ હજારથી વધુ લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે. 

છત્તીસગઢની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે. આ ઓલિમ્પિકમાં ગિલ્લી ડંડાથી લઈને પિત્તૂલ, લંગડી દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સાકસી અને બાટી (કંચા) સુધીની ૧૪ પ્રકારની પ્રાદેશિક રમતોનો(Regional Games) સમાવેશ કરવામાં આવ્યો છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More