ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
2012 માં ભારતને અંડર -19 વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટનશીપમાં જીત અપાવનાર ઉન્મુક્ત ચંદની ક્રિકેટ કારકિર્દી ઝડપથી સમાપ્ત થઈ ગયું.
જમણા હાથના બેટ્સમેન અને ભૂતપૂર્વ અંડર -19 કેપ્ટન,28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
ઉન્મુક્ત ચંદે ટ્વિટર પર ચાહકોને આ માહિતી શેર કરી છે. પોતાની યાદોનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, હવે તેમના જીવનની એક નવી સફર શરૂ થઈ રહી છે.
વર્ષ 2012 માં, અંડર- 19 ભારતીય ટીમે ઉન્મુક્ત ચંદના નેતૃત્વમાં ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતમાં કેપ્ટનનો પણ મોટો હાથ હતો.
જોકે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન એટલું ખાસ નહોતું અને તે ક્રિકેટ મેદાનની બહાર દેખાવા લાગ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે હવે તે અમેરિકન ક્રિકેટ લીગમાં રમી શકે છે
