Site icon

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના(Karnatka) દક્ષિણ કન્નડ જિલ્લામાં(Kannad District) બીજેપી યુવા મોરચાના(BJP Yuva Morcha ) જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની(Praveen Nettaru) ક્રૂરતાપૂર્વક ભરી હત્યા(Brutally killed) કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે(Bellari) ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન(Poultry shop) ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી(Sharp weapon) તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત(Injured) થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો. 

Join Our WhatsApp Community

દક્ષિણ કન્નડના એસપીએ(SP) જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે કોઇ સીસીટીવી કેમેરા(CCTV Camera) હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરની શોધ કરવામાં આવશે. પોલીસે યુવા નેતાઓની નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરી છે. હત્યાનું કારણ વિશે હજુ માહિતી મળી નથી.

દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ(CM  Basavaraj Bommai) બીજેપી યુવા નેતાની(BJP Young Leader) હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ(Tweet) કરીને કહ્યું કે, દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારી પાર્ટીના કાર્યકર્તા પ્રવિણ નેટ્ટારુની બર્બર હત્યા નિંદનીય છે. આ પ્રકારના જધન્ય અપરાધ કરનારની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે અને કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. પ્રવિણની આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 

આ સમાચાર પણ વાંચો :  હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

બીજેપી યુવા મોરચાના નેતાની હત્યા પછી બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. પ્રવિણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં રાત્રે જ રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અપરાધીઓની(Criminals) જલ્દી ધરપકડ કરવાની માંગણી કરી છે. કર્ણાટકમાં ૨૩ જૂનના રોજ બીજેપીના નેતા મોહમ્મદ અનવરની(Mohammad Anwar) પણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હત્યારાઓએ ચપ્પાથી પ્રહાર કરી હત્યા કરી હતી. મોહમ્મદ અનવર ચિકમંગલુરના અર્બન યૂનિટના બીજેપીના મહાસચિવ હતા.

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version