ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 86 દર્દી નોંધાયા છે.
રાજ્યમાં આજે મળી આવેલા કુલ કેસમાંથી 47 નાગપુરમાં, 28 પુણે શહેરમાં, 3 પિંપરી-ચિંચવડમાં અને 2 વર્ધા જિલ્લામાં મળી આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2845 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 1454 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 6328 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 6223ના રિપોર્ટ આવ્યા છે અને 105 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે.