VGGS 2024: “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ના ૧૦ સંસ્કરણોને મળી ભવ્ય સફળતા, રૂ. 103 લાખ કરોડથી વધુ રોકાણ સાથે થયા બે લાખથી વધુ MoU.

VGGS 2024: ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવામાં "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ"ની ભૂમિકા પાયારૂપ. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી શરૂ થયેલી VGGSના ૧૦ સંસ્કરણોને મળી ભવ્ય સફળતા. VGGSના ૧૦ સંસ્કરણોમાં કુલ મળીને ગુજરાતમાં રૂ. ૧૦૩.૩૭ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU થયા. વર્ષ ૨૦૦૩માં માત્ર પાંચ સહભાગી સંસ્થા સાથે શરૂ થયેલી VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને ૧૬ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થઈ

by Hiral Meria
10 editions of Vibrant Gujarat Global Summit a grand success, Rs. More than two lakh MoU signed with investment of more than 103 lakh crore.

News Continuous Bureau | Mumbai

VGGS 2024: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૩ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સંકલ્પ-સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ થયેલી “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” ( Vibrant Gujarat Global Summit )  વગર ગુજરાતની વિકાસ યાત્રા અને વિકાસ સપ્તાહની ઉજવણી – બન્ને અધૂરી છે. 

ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવાના માટે રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની પરિકલ્પના કરી હતી. કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ, પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૩માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. 

ગુજરાતમાં ( Gujarat ) અત્યાર સુધીમાં યોજાયેલા વાયબ્રન્ટ સમિટના કુલ ૧૦ સંસ્કરણોને ભવ્ય સફળતા મળી છે. VGGSના આ દસ સંસ્કરણોમાં કુલ મળી ગુજરાતમાં આશરે રૂ. ૧૦૩.૩૭ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ ( Investment ) સાથે બે લાખથી વધુ MoU કરવામાં આવ્યાં છે. VGGSના પરિણામે અનેક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું, જેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં માત્ર પાંચ સહભાગી સંસ્થા, ૨૦૦ NRI અને ૨૦૦ અગ્રણી મહાનુભાવો સાથે VGGSનું ( VGGS 2024 ) પ્રથમવાર આયોજન થયું હતું. જેમાં રૂ. ૬૬,૦૦૦ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે ૮૦ MoU સંપન્ન થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાવેલું આ બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તાજેતરમાં જ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને ૧૬ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થયા હતા. 

આટલું જ નહીં, લગભગ ૧૪૦થી વધુ દેશ અને ૬૧,૦૦૦થી વધુ દેશ-વિદેશના પ્રતિનિધિઓ VGGSના ૧૦માં સંસ્કરણમાં જોડાયા હતા. ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૧૯ થી જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં આશરે રૂ. ૪૭.૫૧ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ માટે ૯૮,૯૦૦ થી વધુ MoU કરવામાં આવ્યા છે. પરિણામે સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે જરૂરી બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે VGGS સૌથી પ્રતિષ્ઠિત ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

વર્ષ ૨૦૦૩માં VGGSને મળેલી અદભૂત સફળતા બાદ વાયબ્રન્ટ સમિટના ( Vibrant Summit ) પ્રત્યેક સંસ્કરણને પ્રદર્શકો અને સહભાગીઓ તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. આશરે ૩૬ પ્રદર્શકો સાથે યોજાયેલા પ્રથમ સંસ્કરણ બાદ અત્યારે VGGSમાં ૨,૦૦૦થી વધુ પ્રદર્ષકો દ્રારા પ્રદર્શન યોજવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  INSC 2024: ભારતીય નૌકાદળની ઇન્ડિયન નેવી સેઇલિંગ ચેમ્પિયનશિપ (INSC) – 2024 આ તારીખથી થશે શરુ, 100થી વધુ સહભાગીઓને કરશે હોસ્ટ.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે વર્ષ ૨૦૦૨-૦૩ થી ૨૦૨૨-૨૩ દરમિયાન ગુજરાતનો CAGR એટલે કે, સંયોજિત વાર્ષિક વૃદ્ધિ દર ૧૫% પહોંચ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે. સાથે જ GSDP એટલે કે, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની દ્રષ્ટિએ પણ ગુજરાત સાતત્યપૂર્ણ રીતે દેશમાં સૌથી ઝડપથી વિકસતા રાજ્યો પૈકીનું એક છે. ગુજરાતનો બેરોજગારી દર પણ માત્ર ૨.૨% જ છે. VGGSના પરિણામે જ ગુજરાત ઔધોગિક ક્ષેત્રે સૌથી તેજ ગતિએ વિકાસ કરતું રાજ્ય બન્યું છે.

આટલું જ નહીં, VGGS ના પરિણામે જ ગુજરાતમાં સુઝુકી, હોન્ડા, હિટાચી, ટોયોટા, બોમ્બાર્ડિયર, બેંક ઓફ અમેરિકા, DBS, એબોટ, અકઝોનોબેલ, BASF, સોંગવોન, યુનિલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, બેયર્સડોર્ફ, આર્સેલર મિત્તલ, POSCO, શેલ, વેસ્ટાસ, વોપાક જેવા પ્રતિષ્ઠીત ઉદ્યોગો તરફથી દેશમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રાપ્ત થયું છે. રાજ્યમાં ૧૦૦ થી વધુ ફોર્ચ્યુંન અને ૫૦૦ વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની અનેક મોટી મલ્ટિનેશનલ કંપનીઓ આવેલી છે. 

ગુજરાતના વેગવંતા વિકાસ માટે સમયથી આગળનું વિચારીને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના નિર્ણયથી આજે ગુજરાત વૈશ્વિક વ્યાપારી સમુદાય સમક્ષ એક મજબૂત અને સશક્ત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયુ છે. સાથે જ ગુજરાત અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ પૂરવાર થયુ છે. એ જ તર્જ પર આજે અનેક રાજ્યોમાં પણ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More