ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન મરાઠાવાડ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 લોકોના મોત થયા છે.
આ ઉપરાંત 200 થી વધુ ઢોર તણાઈ ગયા છે અને આ વિસ્તારમાં વરસાદના પ્રકોપમાં અનેક મકાનોને પણ નુકસાન થયું છે.
એનડીઆરએફની ટીમ લોકોને રાહત આપવામાં લાગી છે. 560 થી વધારે લોકોને હેલિકોપ્ટરોના માધ્યમથી બચાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મરાઠાવાડને બારહમાસી સુકાગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ વરસાદના કારણે તબાહી મચી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ સહિત આ અન્ય જિલ્લાઓ માટે IMDએ જાહેર કર્યું એલર્ટ