Site icon

ક્રુરતાની તમામ હદો પાર- ચાંદીના કડા માટે 108 વર્ષની વૃદ્ધ મહિલાના કાપી નાંખ્યા બંને પગ

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનની(Rajasthan) રાજધાની જયપુરમાં(Jaipur) લૂંટારુઓએ ક્રુરતાની(Brutality of robbers) તમામ હદો વટાવી દીધી છે. ભારે હાહાકાર મચાવનારા આ બનાવમાં લુંટારુઓ ૧૦૮ વર્ષની વયોવૃધ્ધ મહિલાના(elderly woman) ચાંદીના કડા(silver bracelets) માટે તેના બે પગ કાપી નાંખ્યા હતા. આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. સમગ્ર જયપુરમાં આ લૂંટની ચર્ચા ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

પોલીસના કહેવા પ્રમાણે જયપુરની મીણા કોલોનીમાં(Meena Colony) રહેતા ૧૦૮ વર્ષના જમુના દેવી(Jamuna Devi) સવારે ઘરમાં એકલા હતા ત્યારે સાડા પાંચ વાગ્યે લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા અને તેમને ઢસડીને બહારની તરફ બનેલા બાથરુમમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે જમુના દેવીના પગમાંથી ચાંદીના કડા(Silver bracelets) કાઢવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી નહોતી. એ પછી લુંટારુઓએ શેતાનને પણ શરમાવે તેવી ક્રુરતા બતાવીને ધારદાર હથિયારથી તેમના બંને પગ ઘૂંટણથી નીચે કાપી નાંખ્યા હતા. લૂંટારુઓ બાદમાં કડા કાપીને અને પગના કપાયેલા હિસ્સા ત્યાં જ ફેંકીને જતા રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં કુદરતી આફત- પૂરને કારણે આટલા લોકોના નિપજ્યા મોત- ૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ 

લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતા જમુના દેવીને બાદમાં મંદિરથી ઘરે આવેલી તેમની પુત્રી તેમજ બીજા લોકોએ જાેયા હતા. જોત જોતામાં આગની જેમ આ વાત ફેલાઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દરમિયાન પોલીસે વૃધ્ધાને હોસ્પિટલમાં મોકલીને તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની(CCTV footage) પણ તપાસ કરી રહી છે. રાજસ્થાનમાં આ પહેલા કોટામાં પણ આ જ રીતે લુંટારુઓ વૃધ્ધાનો એક પગ કાપીને ચાંદીનુ કડુ લૂંટી ગયા હતા. આમ કોટા વિસ્તારમાં પણ લોકોમાં આક્રોશ છે. કારણ કે આ લૂંટના આરોપીઓ પણ હજી પકડાયા નથી.

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version