લો બોલો! ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામ શરૂ, જળગાંવમાં 11 નગરસેવકોએ ભાજપનો સાથ છોડી આ પક્ષમાં કર્યો પ્રવેશ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. એ સાથે જ રાજકીય પક્ષોમાં નગરસેવકો અને પક્ષના કાર્યકર્તાઓનું પક્ષપલટો કરવાનું ચાલુ થઈ ગયું છે. જળગાંવમાં ભાજપને મોટો ધક્કો લાગ્યો છે. ભાજપના 11 નગરસેવકોએ ભાજપને રામ રામ કહીને શિવસેનામાં પ્રવેશ કર્યો છે. તેથી ચૂંટણી પહેલાં જ ભાજપને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં 11 નગરસેવકોએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં હવે ચોમાસાનું પાણી હાઈવે પર નહીં ભરાય, કેન્દ્રીય મંત્રીએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત

જળગાંવમાં ભૂતભૂર્વ મહેસૂલમંત્રી અને ભાજપના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસેનું સારું એવું પ્રભુત્વ છે. ભાજપ છોડીને તેઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાયા હતા. એથી તેમના સમર્થકો તેમ જ અન્ય પક્ષના નગરસેવકો અથવા કાર્યકર્તા પણ રાષ્ટ્રવાદીમાં જોડાશે એવું માનવામાં આવતું હતું. જોકે જળગાંવના 11 નગરસેવકોએ શિવસેનામાં પ્રવેશ કરતાં લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More